Wednesday, February 15, 2023

PM Kishan e KYC Online 2023

 

PM Kishan e KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?

PM Kishan e KYC

Short Briefing: PM Kishan e KYC કેવી રીતે કરવું? । 13 મા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-KYC ફરજિયાત કરવાનું રહેશે | PM Kisan Kyc Process

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા Pradhan Mantri Maan-dhan Yojana, PM Kishan Sanman Nidhi Yojana વગેરે ચલાવાવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતમાં ખેડૂત યોજનાઓ માટે ikhedut બનાવવામાં આવેલ છે. જેનો પર વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન મૂકાય છે.  પરંતુ આજે આપણે  PM Kisan KYC Online 2023 વિશે માહિતી મેળવીશું.

PM Kisan e-KYC Online 2023

PM Kishan Yojama હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kishan Samman Nidhi Yojana નો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરવું ફરજિયાત છે. જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસી કરવામાં આવેલ હોય, એમને આગામી 13 હપ્તાના રૂપિયા 2000/- ચૂકવવામાં આવશે. તો ખેડૂત મિત્રો આ KYC Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

PM Kishan e KYC નહીં કરેલ હોય તેમણે 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.

ખેડૂતો દ્વારા પી.એમ કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન e-KYC કરવું પડશે. જો કેંદ્ર સરકારની અધિકૃત વેબસાઈટ પરથી e-KYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો તમને પણ આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના આધારકાર્ડ દ્વારા eKYC કરી લેવું.

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ PM Kishan e KYC Online કરી શકાય.?

ખેડૂતોના આધારકાર્ડ રજીસ્ટ્રર મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો e-kyc કરી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. વેરીફિકેશન પ્રક્રિયા PM Kisan ના ઓફિશિયલ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરી શકો છો.

આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે E-KYC કેવી રીતે કરવું?

જો ખેડૂતોને આધારકાર્ડમાં મોબાઈલ નંબર એન્‍ટ્રી ન કરેલ હોય તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું મોટી સમસ્યા છે. પરંતુ આજે અમે તેની માહિતી આપીશું. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.

 

જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને e-KYC કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.

1.પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં e-kyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?

જવાબ:- કિસાનોઓએ PM Kisan માટે e-KYC  ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.

 

  1. ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે?

જવાબ: આ યોજના માટે ખેડૂતો Online અને Offline બંને રીતે e-KYC કરી શકશે.

 

  1. e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?

જવાબ: હા, ખેડૂતોઓએ આ ઈ-કેવાયસી કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.

 

  1. કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?

જવાબ: જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.

FOR OFICIALY WEBSITE CLICK HERE 

CLICK HERE : KUVARBAI NU MAMERU YOJANA: કુંવરબાઈ નું મામેરું યોજના

 

 

 

RTE Gujarat Admission 2023-24

 RTE Gujarat Admission 2023-24 :આ લેખમાં આપણે RTE ગુજરાત એડમીશન 2023 વિષે સર્ચા કરીશું.જેમાં આ કાયદા હેઠળ એડમીશન કોણ લઈ શકે,શું કરવું પડે , ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ જેવી તમામ બાબત ની સર્ચા કરીશું. 

 

RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત 2023 એપ્લિકેશન ફોર્મ ખૂબ જ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ યોજના હેઠળ, ગુજરાત આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગ ના કુટુંબના વિદ્યાર્થીઓ RTE (શિક્ષણનો અધિકાર) યોજનામાં પ્રવેશ મેળવી શકે છે. રાજ્ય સરકાર આ યોજના હેઠળ ખાનગી શાળા માં મફત પ્રવેશ અપાવી બાળક ની ફી પોતે ભરે છે.   

RTE Gujarat Admission 2023-24 માટે જરુરી આધાર-પુરાવાની વિગત

રહેઠાણ નો પુરાવો

  • રહેઠાણ નો પુરાવા તરીકે આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે.(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

વાલીનું જાતીનું પ્રમાણપત્ર

  • વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

 

જન્મનું પ્રમાણપત્ર ​

  • જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

 

ફોટોગ્રાફ

  • પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

 

વાલીની આવકનું પ્રમાણપત્ર

  • વાલીની આવકનું પ્રમાણપત્ર    આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી શ્રી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.

 

બીપીએલ

  • બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.

 

RTE Gujarat Admission 2023-24 યોજના હેઠળ નીચે મૂજબ ની કેટેગરી ધરાવતા બાળકોને અગ્રતા આપવામાં આવે છે. આ કેટેગરી સાથે પ્રવેશ લેવા માટે જરૂરી તમામ આધાર પુરાવા અંગે આપણે નીચે માહીતી આપેલ છે.

  • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
  • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો માટે સિવિલ સર્જન પ્રમાણપત્ર
  • ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
  • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો માટે સિવિલ સર્જન પ્રમાણપત્ર
  • શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
  • સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

 

વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ

  • વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

 

અનાથ બાળક

  • અનાથ બાળક  જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

 

સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક

 

  • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક   જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

 

બાલગૃહ ના બાળકો

  • બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

 

બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો

બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો  સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

બાળકનું આધારકાર્ડ

  •  બાળકના આધારકાર્ડની નકલ​

વાલીનું આધારકાર્ડ

  • વાલીના આધારકાર્ડની નકલ​

બેંકની વિગતો

  • બેંકની વિગતો  બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

 

કેટેગરી મુજબ અપલોડ કરવાના થતા ડોક્યમેંન્ટ

અનાથ બાળક

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • ચાઈલ્ડ વલ્ફેર કમમટી (CWC) નું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

સભો ળ અનેસરું ક્ષણની જરૂરીયાતવાળુ બાળક

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • ચાઈલ્ડ વલેફેર કમમટી (CWC) નું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

બાલગહૃના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • ચાઈલ્ડ વલેફેર કમમટી (CWC) નું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

બાળમજર/સ્થળુંતરીત મજૂરના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • લેબર અનેરોજગાર મવભાગનું શ્રમ અમિકારીનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

મદું બદ્ધધી /સરેબ્રલ પાલ્સી રીરાવતા બાળકો, ખાસ

જરૂરીયાતવાળા બાળકો/શારીરરક રીતેમવકલાકું અને

મવકલાગું રા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માદુશાટવ્યા

મજ બનાતમામ રદવ્યાગું બાળક

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • મસમવલ સર્જનું પ્રમાણપત્ર (૪૦% કેતથે  વધ ટકાવારી ધરાવતા)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

(ART) એન્ન્ટ-રેટ્રોવાયરલ થેરાપી પીની સારવાર લેતા બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • મસમવલ સર્જનનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

ફરજ દરમમયાન શહીદ થયલે લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ સદળના જવાનના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • સબું મુંત ખાતાના સક્ષમ અમિકારીનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

જે માતા-પિતા ને એક માત્ર સંતાન હોય અને તે સંતાન ન માત્ર દીકરી જ હોય તેવી  દીકરી

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • સક્ષમ અમિકારીનો એક માત્ર દીકરી (મસિંગલ ગલટચાઈલ્ડ)
  • હોવાનો દાખલો
  • આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

વેબસાઈટમા નીચે કેટેગરી પ્રમાણે ડોક્યમેંન્ટ અપલોડ કરવાના રહશે .

કેટેગરી મૂજબ અપલોડ કરવાના થતા ડોક્યમેંન્ટ

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • આંગણવાડીમા અભ્યાસ કરેલ છેતેમતલબન સક્ષમ
  • અમિકારનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

૦ થી ૨૦ આંકધરાવતા તમામ કેટેગરી (SC, ST,SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • બી.પી.એલ યાદી નબું ર વાળુ પ્રમાણપત્ર (બીપીએલ રેશનકાર્ડ માન્ય નથી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

અનુસૂચીત જાતી (SC) અનુસૂચીત જન જાતી  (ST)કેટેગરીના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • જામતનો દાખલો
  • આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

સામાજીક અનેશક્ષૈ લણક રીતેપછાત વર્ગ/ અન્યપછાત વર્ગ/ વીચરતી અનેવિમુક્ત જાતીના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • જામતનો દાખલો
  • આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ / અન્યપછાત વર્ગ/ વીચરતી અનેવિમુક્ત જાતીના બાળકો(NTDNT મા YES કરેતો)

  • જન્મન પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • જામતનો દાખલો
  • NTDNT હોવા અંગેનો દાખલો (મવચરતી - મવમક્ ત જામતનો
  • દાખલો)
  • આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 

જનરલ કેટેગરી/ બીન અનામત વર્ગના બાળકો

  • જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો
  • આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • માતા-પિતા /વાલીની સહીનો નમૂનો 
શાળાની યાદીઅહિયાં ક્લિક કરો
અરજીની સ્થિતિઅહિયાં ક્લિક કરો
પ્રિન્ટ અરજીઅહિયાં ક્લિક કરો
Download ADMIT CARD (પ્રવેશ પત્ર)અહિયાં ક્લિક કરો

 

આર ટી ઇ પ્રવેશ ને લાગતાં કોઈ પણ પ્રશ્ન માટે અહી ક્લિક કરો. 

PM MUDRA LOAN 2023 : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023

NEW VACANCY BY INDIAN POST 2023

 

લાયકાત : ધોરણ 10 પાસ 

કુલ જગ્યા : 40889

NEW VACANCY BY INDIAN POST 2023: ખૂબ લાંબા સમય થી ભારતીય પોસ્ટ વિભાગ માં ભરતી ની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખૂબ સારા સમાચાર છે.ભારતીય પોસ્ટVACANCY BY INDIAN POST 2023 દ્વારા ઓફીસીયલ સાઇટ પર કુલ : 40889 ભરવાની જાહેરાત કરવામાં આવી છે. દર વખત ની જેમ જ આ વખતે પણ કોઈ પણ પરીક્ષા વગર જ આ પોસ્ટ પર નીમણૂક આપવામાં આવશે એ પણ માત્ર ધોરણ 10 અને 12 ના મેરીટ આધારે. તો રાહ શેની જુઓ છો જે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (VACANCY BY INDIAN POST 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

નોકરીની પ્રાથમિક માહીતી

આ નોટીફીકેશન થી જાહેર થયેલ તમામ જગ્યાઓ ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા ભારતીય પોસ્ટ ના પાયાના કર્મચારી માટે ની છે.જેઓ ગ્રામ્ય કક્ષાએ પોતાની ફરજ બજાવવા માંગતા હોય તેવા યુવાનોએ આ ભરતી માટે આવેદન આપવું જોઈએ. એ વાત ખૂબ જ મહત્વ ની છે કે આ પોસ્ટ માં પ્રમોશન ખૂબ સારી પોસ્ટ પર આપવામાં આવે છે.અમુક ખાતાકીય પરીક્ષાઓ દ્વારા મોટા અધીકારી પણ બની શકાય છે. માટે આજેજ અરજી કરો. 

ઓનલાઈન એપ્લીકેશન કરવાની શરૂઆત થઈ ગઈ છે.ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં Branch Postmaster, ડાક સેવક (Dak Sevak) પદ (VACANCY BY INDIAN POST 2023) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી

જે ઉમેદવાર ના ધોરણ 10 માં ખૂબ સારા માર્ક્સ હોય તેઓ જો તત્કાલીત નોકરી મેળવવા માંગતા હોય તો તેઓ માટે આ એક ગોલ્ડન ચાંસ કહેવાય. જેથી પોસ્ટ વિભાગ ની ઓફીસીયલ સાઇટ પર લોગીન કરી અરજી કરી દેવી. ઉપરાંત ઉમેદવાર સીધા લિંક પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકશે. સાથે જ લિંક India Post Vacancy 2023 Notification PDF દ્વારા સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. આ ભરતી (VACANCY BY INDIAN POST 2023) પ્રક્રિયા અંતર્ગત કુલ 2 પદ ભરવામાં આવશે.

Indian Post Vacancy 2023

ભરતી સંસ્થાભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામGDS/ BPM/ ABPM
જાહેરાત નંબર17-21/2022-GDS
જગ્યાઓ40889 / ગુજરાત માં :-2017  
પગાર ધોરણપોસ્ટ મુજબ
નોકરી સ્થળસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી, 2023
સત્તાવાર વેબસાઇટindiapostgdsonline.gov.in
JOIN WHATSAPP GROUPClick Here

NEW VACANCY BY INDIAN POST 2023:ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશન

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ની નોટિફિકેશન અને નોંધણીની તારીખો તેની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે જેમાં વિવિધ જગ્યાઓ માટે 40,889 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે જેમાં તમામ ભરતી વિગતો જેવી કે ઓનલાઈન અરજી કરવાની તારીખો, ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો અને અરજી ફી સામેલ છે. (VACANCY BY INDIAN POST 2023)

ભારતીય પોસ્ટ ની આ ભરતી માં મહત્વ ની તારીખ 

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશનની સાથે ઈન્ડિયા પોસ્ટ ભરતી ડ્રાઈવ સંબંધિત તમામ મહત્વની તારીખો બહાર પાડવામાં આવશે અને ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2023 માટેનું સંપૂર્ણ શેડ્યૂલ નીચેના કોષ્ટકમાં અપડેટ કરવામાં આવશે.

નોટિફિકેશન રિલીઝ તારીખ27 જાન્યુઆરી, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી, 2023
એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો17-19 Feb 2023
પરિણામ તારીખફેબ્રુઆરી 2023નું ત્રીજું/ચોથું અઠવાડિયું
અરજી ફી ભરવાની છેલ્લી તારીખજણાવવા માં આવશે

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – મહત્વની તારીખો

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી ની ખાલી જગ્યાઓ 2023

ભારતીય પોસ્ટ વિભાગના ના 23 સર્કલમાં પોસ્ટમેન, GD ગાર્ડ અને Branch Postmaster ની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 દ્વારા કુલ 40,889 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.જે ટૂંક જ સમય માં ભરવામાં આવશે.ગુજરાત સર્કલ માં કુલ 2017 જગ્યા માટે ભરતી છે. 

પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ નીચે ટેબલ માં બતાવવામાં આવી છે.

VACANCY BY INDIAN POST 2023

 

ભારતીય પોસ્ટ ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે અથવા સીધી ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરીને નીચે આપવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ ટૂંક સમયમાં ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ને તેની અધિકૃત વેબસાઈટ indiapost.gov.in પર ઓનલાઈન લિંક લાગુ કરવા સક્રિય કરશે. એવું સૂચન કરવામાં આવે છે કે ઉમેદવારોએ વહેલી તકે અગાઉથી સારી રીતે અરજી કરવી જોઈએ. ઓનલાઈન અરજી કરવાની સીધી લિંક નીચે દર્શાવેલ છે.

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી અરજી ફી – India Post Office Recruitment Application Fee

  • ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી હેઠળની તમામ જગ્યાઓ માટેની અરજી ફી રૂ. 100/-.

તમામ-મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – પાત્રતા માપદંડ

ઉમેદવારોએ વિવિધ જગ્યાઓ માટે ભારતીય પોસ્ટ ભરતી 2023 માટે જરૂરી તમામ પાત્રતા માપદંડો જાણતા હોવા જોઈએ. પોસ્ટમેન, મેઈલગાર્ડ અને GDS ની પોસ્ટ માટે પાત્રતા માપદંડો જેમ કે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા નીચે દર્શાવેલ છે.

VACANCY BY INDIAN POST 2023

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત (Education Qualification)

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ખાલી જગ્યાઓ માટે પાત્ર બનવા માટે જરૂરી લાયકાત માપદંડો હોવા જોઈએ. વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત નીચે ટેબલ માં જણાવેલ છે.

પોસ્ટમેનઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ.
મેઈલગાર્ડઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. મૂળભૂત કમ્પ્યુટર નું જ્ઞાન આવશ્યક છે.

India Post Vacancy 2023

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 – વય મર્યાદા (Age Limit)

ભારત પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે વિવિધ જગ્યાઓ માટે નિર્ધારિત મહત્તમ અને લઘુત્તમ વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.

સરકારના ધારાધોરણો મુજબ આરક્ષિત વર્ગોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરી ઉંમર છૂટછાટ
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)5 વર્ષ
અન્ય પછાત વર્ગો (ઓબીસી)3 વર્ષ
આર્થિક રીતે નબળા વિભાગો (EWS)કોઈ છૂટછાટ નથી
વિકલાંગ વ્યક્તિઓ (PwD)10 વર્ષ
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + OBC13 વર્ષ
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + SC/ST15 વર્ષ

NEW VACANCY BY INDIAN POST 2023

ભારતીય પોસ્ટ ભરતી પસંદગી પ્રક્રિયા – Selection Process

GDS, મેઇલ ગાર્ડ અથવા પોસ્ટમેનની પોસ્ટ માટે ઇન્ડિયા પોસ્ટ ભરતી 2023 હેઠળ પસંદગી ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે, સંબંધિત સત્તાધિકારી દ્વારા બહુવિધ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. (India Post Vacancy 2023)

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઇન્ડિયા પોસ્ટ GDS CIRCLE વાઇઝ ખાલી જગ્યા 2023અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની લિંકઅહીં ક્લિક કરો
ગ્રૂપમાં જોડાવા માટેની લિંકઅહીં ક્લિક કરો

ધોરણ 10 ના મેરીટ ના આધારે થનાર આ ભરતી બાબતે વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો 

  1. પ્રશ્ન 1: ઇન્ડિયા પોસ્ટ 2023 ભરતી માટે કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?

પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને Branch Postmaster સ્ટાફ માટે 40,889 જગ્યાઓ બહાર પાડી છે.

  1. પ્રશ્ન 2: ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 માટે વય મર્યાદા કેટલી છે?

ભારત પોસ્ટ ભરતી 2023 માટે વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.

  1. પ્રશ્ન 3: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉમેદવાર ધો 10/12 પાસ હોવો જોઈએ.

  1. પ્રશ્ન 4: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી ફી કેટલી છે?

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માં તમામ પોસ્ટ્સ માટેની અરજી ફી રૂ. 100/-

5. પ્રશ્ન 5 : શું ખરેખર કોઈ પરીક્ષા આપવાની નથી હોતી ?

હા, એક પણ પરીક્ષા આપવાની નથી રહેતી.

6. પ્રશ્ન 6 : જો પરીક્ષા લેવામાં નથી આવતી તો ઉમેદવાર ને પાસ કઈ રીતે કરવામાં આવે છે ?

માત્ર ધોરણ 10 અને 12 ની ટકાવારી ના આધારે દા.ત.100 જગ્યા ની ભરતી હોય તો આ ભરતી માટે ફોર્મ ભરનાર માથી ધોરણ 10 માં પ્રથમ 100 ની ટકાવારી વધારે હોય તેઓને પસંદ કરવામાં આવે છે અને પસંદગી અંગે ની જાણ પોસ્ટ અને ફોન દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત ઓનલાઈન પણ પસંદગી યાદી મૂકવામાં આવે છે.

 

(તમામ-મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.)

 

cklick to know about : ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

 

E-NIRMAN CARD : ઇ - નિર્માણ કાર્ડ

 E-NIRMAN CARD : ઇ - નિર્માણ કાર્ડ : મજૂર કાર્ડ : શ્રમિક કાર્ડ : યૂ-વિન કાર્ડ 

 

ઇ - નિર્માણ કાર્ડ એ ગુજરાત સરકાર ના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવતું ઓનલાઈન કાર્ડ છે.આ કાર્ડ મેળવવા માટે કોઈ પણ સરકારી કચેરી નો રૂબરૂ સંપર્ક કરવાની જરૂર નથી માત્ર ઓનલાઈન અરજી કરવાની હોય છે.સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારા રીતે આ પ્રકાર ની સેવા નાગરીકો ને મળી રહે તેવા સારા પ્રયત્નો કરવાના ભાગ રૂપે આ કાર્ડ પણ ઓનલાઈન આપવામાં આવે છે.આ કાર્ડ દ્વારા શ્રમીકો ને વિવિધ પ્રકાર ના લાભ સરકાર દ્વારા જાહેર કરેલ છે જેની સરચા આપણે હવે પછી કરીશું.

મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ આવતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, ૧૯૯૬ ની કલમ ૧૮ હેઠળ કરવામાં આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ ચલાવવા માટે બોર્ડને સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં શ્રમયોગીઓના હિત માટેના કર્યો કરવા બોર્ડને અધિકૃત કરવામાં આવેલ છે. યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીએ બોર્ડમાં પોતાને નોંધણી કરવાની જરૂર છે.

કાર્ડ મેળવવા માટે વય મર્યાદા અને વિષેશ લાયકાત 

આવી નોંધણી માટેની પાત્રતા ૧૮ થી ૬૦ વર્ષની વય માર્યાદા, છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવો જોઈએ. લાયક શ્રમયોગીઓ નિર્ધારિત ફોર્મ ભરીને અને રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે ૯૦ દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણ પત્ર, વયના પુરાવા અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.

E-NIRMAN CARD | ઇ - નિર્માણ કાર્ડ

E-NIRMAN CARD | ઇ - નિર્માણ કાર્ડ માટે પાત્રતા

  • જે વ્યક્તિ ની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ ની વચ્ચે હોય તેઓ આ કાર્ડ કઢાવી શકે છે. 
  • છેલ્લા ગયા ૧૨ મહીના માં બાંધકામ ક્ષેત્રે ૯૦ દીવસ કામ કરેલ હોવું જોઈએ 

ઇ - નિર્માણ કાર્ડ ધરાવનાર ને મળતા લાભ 

  • મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી તમામ કલ્યાણકારી યોજનાઓના લાભો નોંધાયેલા બાંધકામ કામદારો ને મળવા પાત્ર છે. 
  • ઇ - નિર્માણ કાર્ડ હેઠળ નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ માટે પ્રત્યેક પ્રસુતિ માટે રૂપિયા 27,500/-ની સહાય.તથા ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર.
  • રાજ્ય સરકાર ની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર રૂપિયા 10/- માં પૌષ્ટિક ભોજન.
  • શિક્ષણ સહાય યોજના અંતર્ગત બે સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500/- થી 40,000/- સુધીના સહાય.
  • શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000/- અને હાઉસિંગ સબસીડી યોજના હેઠળ રૂપિયા 1,00,000/- લાખની સહાય.
  • આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 3,00,000/- અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂ.7,000/-ની સહાય.
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ ઓજના હેઠળ દીકરીના નામે રૂપિયા 10,000/- ના (એફડી) બોન્ડ.
  • સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકના બાળકો માટે વતનમાં જ હોસ્ટેલની સુવિધા.

ઇ - નિર્માણ કાર્ડ કોણ કોણ કઢાવી શકે છે ? 

નીચે આપેલ તમામ પ્રકાર નું કામ કરનાર પુરુષ અને સ્ત્રી બંને આ કાર્ડ કઢાવી શકે છે.

  • કડીયા કામ 
  • કડીયા કામ માટે જરૂરી ખોદકામ કરનાર 
  • બાંધકામ માટે જરૂરી માલસામાન હેર ફેર કરનાર 
  • આર.સી.સી. કામ કરનાર 
  • બાંધકામ સાઇટ પર નું મજૂરી કામ 
  • પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
  • માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
  • બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
  • પથ્થર કાપવા તથા બેસાડવા,
  • ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
  • ચુનો લગાડવાનું કામ,
  • લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
  • કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
  • ઇલેક્ટ્રિશિયન નું કામ,
  • ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
  • રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
  • ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
  • ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
  • લિફ્ટ ઈન્સ્ટોલેશન,
  • સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
  • ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
  • રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
  • વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
  • ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
  • ઈંટો બનાવી, નળિયા બનાવવા,
  • સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
  • કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
  • સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
  • જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
  • ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
  • રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,

 

ઇ - નિર્માણ કાર્ડ બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો. 

  • શ્રમિક અને અન્નપૂર્ણા યોજના
  • શિક્ષણ સહાય
  • પ્રસુતિ સહાય યોજના
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
  • બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
  • વ્યવસાયિક રોગોમાં સહાય
  • આકસ્મિક મૃત્યુ સહાય યોજના
  • અંત્યેષ્ટિ સહાય યોજના
  • શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના
  • સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
  • શ્રમિક પરિવહન યોજના
  • હાઉસિંગ સબસિડી યોજના
  • વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય
  • કોરોના કવચ યોજના
  • બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના

ઇ - નિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા.

  • આધારકાર્ડ
  • વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર
  • બેન્કની વિગત
  • વારસદારની વિગત
  • અભ્યાસની વિગત
  • ઉંમરનો પુરાવો
  • ઓળખનો પુરાવો

આ કાર્ડ ક્યાથી કઢાવી શકાય છે? 

  • આ કાર્ડ કઢાવવા માટે કોઈ પણ સી.એસ.સી. સેન્ટર પર રૂબરૂ જઇ ને ઓનલાઈન કઢાવી શકાય છે.આ ઉપરાંત ગ્રામ પંચાયત ના ઇ-ગ્રામ સેન્ટર પરથી પણ આ કાર્ડ કઢાવી સકાય છે. 

ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 

૯૦ દીવસ સુધી કામ કર્યા અંગે નું પ્રમાણપત્ર મેળવવા અહી ક્લિક કરો. 

 

સત્તાવાર વેબસાઇટ: https://enirmanbocw.gujarat.gov.in/

ઇ - નિર્માણ કાર્ડ મોબાઈલ એપ

સરકાર દ્વારા ઇ - નિર્માણ કાર્ડ મોબાઈલ એપ પણ આપવામાં આવી છે જે નીચે ની લિન્ક પરથી દરેક ડાઉનલોડ કરી શકે છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 

વાંચો : KUVARBAI NU MAMERU YOJANA: કુંવરબાઈ નું મામેરું યોજના

વાંચો: ભારતીય પોસ્ટ માં ભરતી ૨૦૨૩,લાયકાત : ધોરણ 10 પાસ , કુલ જગ્યા : 40889

VACANCY BY INDIAN POST 2023

ANIMAL TABELA LOAN 2023 | પશુ માટે તબેલા યોજના 2023

 

ANIMAL TABELA LOAN 2023 | પશુ માટે તબેલા યોજના 2023

ANIMAL TABELA LOAN 2023 | પશુ માટે તબેલા યોજના 2023 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયાછો , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

પશુપાલન તબેલા લોન ૨૦૨૩

ANIMAL TABELA LOAN 2023 | પશુ માટે તબેલા યોજના 2023 : મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.

તબેલા લોન યોજના ગુજરાત 2023

તબેલા લોન યોજના ગુજરાત 2023

યોજનાનું નામતબેલાઓ માટે લોન યોજના
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય
લાભાર્થીગુજરાતના આદિજાતિના ઈસમો
યોજના હેઠળ લોનની રકમઆ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરોમોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકારઓનલાઈન

લોન માટેની પાત્રતા

  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  •  ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
  • લાભ લેવા માંગતા લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
  • અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
  • કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.
  • વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
  • અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

ANIMAL TABELA LOAN 2023

તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો

  • અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત)
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
  • જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
  • જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)

અરજી મેળવવાનું સ્થાન

જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

અરજી કોના દ્વારા મોકલવી

આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.

પશુ માટે તબેલા લોન યોજના ઓનલાઈન ફોર્મ સબમિશન

  • લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.
  • જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
  • તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે.
  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે.
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
અહીં લોગિન કરોઅહીં ક્લિક કરો
અહીં નોંધણી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ યોજના માટે વારંવાર પુછાતા પ્રશ્નો

  1. તબેલા લોન યોજના નો લાભ કોણ લઇ શકે છે?

આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર ગુજરાતના વતની અને
આદિજાતિના નાગરિક હોવા જોઈએ.

  1. તબેલા લોન યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે?

તબેલા લોન યોજના માટે લાભાર્થીઓને કુલ રૂ.4 લાખ ની લોન આપવામાં આવે છે.

  1. લોન પરત કરવાનો સમયગાળો?

20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.
લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની છૂટ રહેશે.

  1. તબેલા લોન યોજના હેઠળ કેટલું વ્યાજદર સાથે આપવામાં આવે છે?

તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

READ ALSO : E-NIRMAN CARD ઇ – નિર્માણ કાર્ડ | મજૂર કાર્ડ | શ્રમિક કાર્ડ | યૂ-વિન કાર્ડ 

E-NIRMAN CARD | ઇ - નિર્માણ કાર્ડ

વાંચો: ભારતીય પોસ્ટ માં ભરતી ૨૦૨૩,લાયકાત : ધોરણ 10 પાસ , કુલ જગ્યા : 40889

VACANCY BY INDIAN POST 2023

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

 

ગામ નમુનો નંબર ૭

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ? 

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

 

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ? આપ કોઇ પણ ખેતી ની જમીન નો ગામ નમુના નંબર - ૭ કઢાવશો. એટલે આ નમુના ની સૌથી ઉપર આ ગામ નમુનો નંબર ૭ લખાયેલ હોઇ છે. આ નમુનો નંબર સરકાર શ્રી દ્વારા નક્કી કરાયેલ નમુનો છે. જેમા આ નંબર પુરતી તમામ માહીતી આવરી લેવામાં આવેલ છે.ધારો કે કોઇ ગામ મા તમારી ખેતી ની જમીન નો સરવે નંબર ૫૪ છે. તો તમે આ ૫૪ નંબર નો ગામ નમુનો નંબર ૭ કઢાવો એટલે આ ૫૪ નંબર ના ખેતર ની ઉત્પતી થી માંડી આજ દીન સુધી તમામ માહીતી આ ગામ નમુના નંબર ૭ માં હોઇ છે. એટલે આ નમૂનો સમજવો આપના માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે.

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ ની વિગતવાર અને સરળ સબ્દો માં સમજણ

જીલ્લો

આ ખેતી ની જમીન જે જિલ્લા માં આવેલ છે તે જિલ્લાનું નામ લખાયેલ છે.

તાલુકો

આ ખેતીની જમીન જે તાલુકા માં આવેલ છે તે તાલુકા નું નામ લખાયેલ છે.

મોજે

મોજે શબ્દ નો અર્થ અપણે વિસ્તાર થી સમજીએ. ઘણી વાર એવુ બને કે આપણી ખેતી ની જમીન જે ગામ માં આવેલ હોઇ, તે ગામ ને પોતાની કોઇ સીમ નથી હોતી. એટલે તે ગામ માત્ર ગામતળ પુરતુ જ હોઇ છે.જે ખેતી ની જમીન હોઇ તે અન્ય ગામ ની સીમ હોઇ છે. એટલે મોજે શબ્દ નો અર્થ થાય છે કે જે તે ગામ ની સીમ અથવા વીસ્તાર.એટલે મોજે ની સામે જે ગામ લખાયેલ હોઇ તે ગામ ની ખેતી ની જમીન ગણાય. દા.ત. જો આપણી ખેતી ની જમીન રાજપુર ગામ ની બાજુ માં જ છે. પણ ગામ નમુના નંબર ૭ મા મોજે વિરપુર લખાયેલ હોઇ, તો તે જમીન વિરપુરની કહેવાય. આપણે જ્યારે કોઇ પણ પ્રકારનું આ ખેતીની જમીન સંબધીત સહી સિક્કા કે અન્ય વહીવટી કામ પડે, ત્યારે વિરપુર ગામ નો સંપર્ક કરવો પડે.

બ્લોક/સરવે નંબર :

બ્લોક/સરવે નંબર એટલે સાદી અને સરળ ભાષામાં કહીએ તો આ ખેતર નું પોતાનું એક અને માત્ર એક નામ. જે ગામ ની આ જમીન છે તે ગામ ની તમામ જમીન નું પોતાનું અલગ નંબર હોઇ છે. જેને અગાઉ બ્લોક નંબર કહેવામાં આવતો અને હાલ સરવે નંબર કહેવામાં આવે છે. તમારા ગામ નમુના નંબર ૭ મા જે બ્લોકનંબર છે તે અન્ય એક પણ જમીન ના બ્લોક નંબર સાથે મેચ નહી થાય.

સત્તા પ્રકાર

સૌ પ્રથમ આપણે સત્તા પ્રકાર એટલે શુ ? તે સમજીએ

સત્તા પ્રકાર એટલે આ ખેતી ની જમીન પર આપણી ક્યા પ્રકાર ની સત્તા છે તે દર્ષાવે છે.

 તમારા ગામ નમુના નંબર ૭ માં જ્યા સત્તા પ્રકાર લખેલ છે. તેની સામે નીચે મુજબ ના સત્તા પ્રકાર ના શબ્દો લખાયેલ હોઇ છે.

  • નવી શરત : જ્યારે આપણા કબજા ભોગવટા હેઠળ ની ખેતી ની જમીન આપણને સરકાર શ્રી દ્વારા કોઇ પણ ખેડ હક , ગણોતીયા તરીકે , માજી સૈનીક તરીકે અથવા અન્ય કોઇ પણ હેતુ થી આપવામાં આવેલ હોઇ તેવી જમીન નવી શરત ની જમીન કહેવાય. આવી જમીન ના વેચાણ કે ભાગલા અંગે સરકાર શ્રી દ્વારા નક્કી ધારાધોરણ મુજબ ના સમય ગાળા પુર્વે કોઇ કાર્યવીહી કરી શકાતી નથી.
  • જુની શરત: જુની શરત ની જમીન મોટે ભાગે આપણને વારસાઇ થી કે વેચાણ અથવા વહેચણી થી મળેલ હોઇ છે. આ જમીન માં વેચાણ કે ભાગલા પાડવા કે લોન લેવી અથવા અન્ય હેતુસર બીનખેતી કરવા પર પ્રતીબંધ નથી હોતો. સરળ સબ્દો માં કહીએ તો આ જમીન ચોખ્ખી જમીન કહેવાય.
  • પ્ર.સ.પ્ર. અને બી.ખે.પ્રી.પાત્ર : પ્રતિબંધીત સરત પાત્ર (પ્ર.સ.પ્ર) બીનખેતી પ્રીમીયમ પાત્ર (બી.ખે.પ્રી.પાત્ર) જ્યારે આ પ્રકાર ની શરત લખાયેલ હોઇ ત્યારે આવી જમીન જુની શરત માં ફરી શકે તેવી જમીન હોઇ છે અને જ્યારે આવી જમીન બીન ખેતી કરવાની થાય ત્યારે સરકાર શ્રી માં નીયમ મુજબ જે કાઇ પ્રીમીયમ ભરવાનું થાય તે ભર્યા પછી બીન ખેતી થય શકે છે.

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

 

જમીન નો ઉપયોગ :

જમીન નો ઉપયોગ એટલે જમીન ક્યા હેતુ માટેહાલ વાપરવામાં આવી રહી છે. ખેતી ની જમીન હોઇ એટલે ત્યા “ખેતીલાયક ઉપયોગ” એવુ જ લખાયેલ હોવુ જોઇએ. જો જમીન બીન ખેતી થયેલ હોઇ તો તે બીન ખેતી ક્યા હેતુ માટે થયેલ છે તે લખાયેલ હોઇ છે. દા.ત. રહેણાંક હેતુ , ઔધ્યોગીક હેતુ ,અન્ય હેતુ . સરકારી ખરાબા ના કે ગૌચર ના સરવે નંબર હોઇ તો તો તેમા હેતુ તરીકે ગૌચર અને શ્રી સરકાર લખાયેલ હોઇ છે.

ખેતર નું નામ : 

જ્યારે સરકારશ્રી દ્વારા પ્રથમ માપણી કરવામાં આવી ત્યારે ગામના દરેક ખેતર (સરવે નંબર) ને નામ અપવામાં આવે હતા. અને આ નામ ક્યાય થી સોધી ને નતા લાવવાંમા અવ્યા.વીસ્તાર ના નામ મુજબ કે અન્ય કોઇ ઓળખાણ કે નીશાન મુજબ આ નામ રાખવામા આવેલ હતા. જો તમારાગામ નમુના નંબર ૭ માં ખેતર નુ નામ લખાયેલ હોઇ તો તે ત્યાનાલોકલ વિસ્તાર મુજબનું જ હશે. દા.ત. તળાવ વાળું, ઢાળ વાળૂં, વીગેરે

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

અન્ય વિગતો :  

જો કોઇ અન્ય વિગતો હોઇ તો તે અહી લખવામાં આવે છે.

જુનો બ્લોક / સરવે નંબર : આપણે હાલ જે ગામ

આપણે હાલ જે ગામ નમુના નંબર ૭ કઢાવીએ છીએ તેમા જે સરવે નંબર લાખયેલ આવે છે તે હાલ જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે મુજબ ના છે.આ નંબર નવા સરવે નંબર છે અને જે  માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે તે પહેલા નાં નંબર છે તે જુના બ્લોક / સરવે નંબર કહેવાય છે.

જુના સરવે નંબર ને લગત નોંધ નંબરો

 જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે પહેલાના સરવે નંબર માં જે કોઇ ફેરફાર થયેલ ની નોંધ હોઇ તે નોંધ ના નંબર અહી લખાયેલ છે. અહી લખાયેલ નંબર આપણી જમીન માં થયેલ તમામ ફેરફાર વીગતે જણાવશે.

જુના સરવે નંબર ને લગત બીજા હકો અને બોજા ના નોંધ નંબરો :

જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે પહેલાના સરવે નંબર માં જે કોઇ લોન કે અન્ય ધીરાણ થી બોજા લીધેલ હોઇ તે અંગેની તમામ નોંધ અને જો કોઇ હક્કો અપવામાં આવેલ હોઇ તો તેની વીગત ની નોંધ અહી દર્શાવેલ હોઇ છે.

લાયક જમીન : 

 ગામ નમુના નંબર ૭ માં જમણી સાઇડ માં જ્યા લાયક જમીન લાખાયેલ છે તેની નીચે ના શબ્દો વીશે જાણીએ.

  • જરાયત  : જરાયત એટલે ખેડવા લાયક જમીન.
  • પોત ખરાબો : શેઢા ની અસપાસ નો બીન ખેડાણ વાળો વીસ્તાર
  • કુલ ક્ષેત્રફળ : જરાયત અને પોત ખરાબા સહીત કુલ જમીન નું ક્ષેત્રફળ અથવા વીસ્તાર
  • આકાર : આ ખેતી ની જમીન પર દર વર્ષે લેવાનું થતુ આકાર
  • જુડી તથા વિષેશધારો :સરકાર શ્રી દ્વારા નકી કરવામાં આવેલ વીષેશ કર
  • પાણી ભાગ રુ. પાણી નો ભાગ હોઇ તો તે વિગત અહી દર્ષાવેલ હોઇ છે.

ખાતા નંબર/ક્ષેત્રફળ/આકાર/હે.આરે.ચો.મી.

ગામ નમુના નંબર ૭ માં ડાબી સાઇડ માં લખાયેલ જોવા મળશે. જેની એકદમ નીચે ૨૦૧।૦૧-૨૫-૫૦।૬.૫૦ આ પ્રકારે આંકડા લખાયેલ હોઇ છે.જેમા ઉભા ઘાટી લીટી પહેલાના આંકડા આ સરવે નંબર નો ગામ નમુના નંબર ૮-અ મુજબ નો ખાતા નંબર દર્ષાવે છે. બન્ને ઘાટી લીટી વચ્ચે ના આંકડા આ સરવે નંબર નું કુલ ક્ષેત્રફળ ચો .મી. માં દર્ષાવે છે. દા.ત. અહી ૦૧-૨૫-૫૦ છે તો તે જમીન નું કુમ ક્ષેત્રફળ ૧૨૫૫૦.૦૦ ચો.મી. થશે. જે છેલ્લી ઘાટી લીટી પછી નો આકડો છે તે આ સરવે નંબર નો સરકારી આકાર દર્ષાવે છે. જેના આધારે આપણે વાર્ષીક જમીન મેહશુલ ભરતા હોઇએ છીએ.

નોંધ નંબરો અને કબજેદારો ના નામ  :

ગામ નમુના નંબર ૭ માં ડાબી સાઇડ માં લખાયેલ જોવા મળશે. જેની એકદમ નીચે નોંધ નંબ જોવા મળશે આ નોધ નંબરો છેલ્લા પ્રમોલગેશન બાદ જે કોઇ આ સરવે નંબર માં ફેરફાર થયા હોઇ તે નોંધ ના નંબર હોઇ છે. આ પ્રમોલગેશન અગાઉ જે કોઇ ફેરફાર થયા હોઇ તેના નોધ નંબરો ની વીગત આપણે અગાઉ જોઇ છે. આ નોંધ નંબરો ની નીચે હાલ ના માલીક ના નામ લખાયેલ છે. આ નામ ની પાછળ તે નામ જે નોંધ નંબર થી દાખલ થયેલ હોઇ તે નોંધ નંબર કૌસ માં લાખેલ હોઇ છે.

બીજા હકો અને બોજા ની વિગતો :

 આ સરવે નંબર પર પ્રમોલગેસન બાદ જે કોઇ બોજા કે લોન લેવામાં આવેલ હોઇ તે અંગે ની નોંધ લખેલ હોઇ છે. તે ઉપરાત આ સરવે નંબર માં અન્ય સરવે માથી આવવા જવા માટે ના હકો અને અન્ય સરવે નંબર માં આવેલ કુવા માથી પાણી લેવાના હકો ની નોંધ કરેલ હોઇ છે. જે બાદ જો આ સરવે નંબર મા કુવો કે બોર આવેલ હોઇ તો તે અંગે ની નોંધ અને નોંધ નંબર લખાયેલ હોઇ છે. જે બાદ જે કોઇ બેંક કે મંડળી માંથી લોન કે ધીરાણ કરવામાં આવેલ હોઇ તે બેંક કે મંડળી નું નામ અને લેધેલ રુપીયાની વિગત હોઇ છે. અને તે લોન કયા નોંધ નંબર થી લીધેલ છે તે નોંધ નંબર કૌસ મા લખેલ હોઇ છે.

25/12/2019   15:10:35 ની સ્થીતીએ  :

 આ રીતે કોઇ તારીખ અને સમય દર્શાવેલ હોઇ છે. આ તારીખ અને સમય આ ગામ નમુના નંબર ૭ મા છેલ્લે ફેરફાર કરેલ છે તે સમય અને તારીખ છે. આ સમય અને તારીખ પછી કોઇ પણ જાત નો આ સરવે નંબર માં ફેરફાર થયેલ નથી. જે દર્ષાવે છે. આ ખુબ જ અગત્ય ની વીગત છે.

ગામ નમુના નંબર ૭ ની પ્રીંટ કરાવ્યા તારીખ અને સમય તથા નકલ ની કીંમત:

આપે કઢાવેલ આ ગામ નમુના નંબર ૭ ની નકલ કઇ તારીખે અને સમયે કઢાવેલ છે તે અને તે માટે તમે કેટલા રુપીયા ચુકવ્યા છે તેની વીગત અહી દર્ષાવેલ છે. અને આ નકલ જે મામલતદાર કચેરી હેઠળ ની હોઇ તે કચેરી નું નામ પણ દર્ષાવેલ હોઇ છે.

 

અહી ક્લિક કરો: PM KISHAN E KYC ONLINE 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?

સમાચાર પત્રો વાંચવા અને DOWNLOAD કરવા સાવ સરળ

 

 

હવે સમાચાર પત્રો વાંચવા અને DOWNLOAD કરવા સાવ સરળ !

સમાચાર પત્રો થી જ આપણા દીવસ ની શરૂઆત કરતાં હોઈએ છીએ. પરંતુ ઘણી વાર સમાચારપત્રો સમયસર મળતું નથી.આજે આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢવો પણ મુસ્કેલ છે. પરંતુ હવે જરા પણ સમય બગાડવાની જરૂર નથી. ગુજરાત ના તમામ સમાચાર પત્રો તમારી આંગળીના ટેરવે મેળવી શકો છો. આ સમાચાર પત્રો તમે વાચી શકો છો એટલુજ નહી પરંતુ તેની pdf પણ DOWNLOAD કરી શકો છો. નીચે આપેલ લિન્ક કાયમી સાચવી રાખો અને લિન્ક પર JUSTCLICK કરો.

ગુજરાત સમાચારCLICK TO DOWNLOAD
દિવ્ય ભાસ્કરCLICK TO DOWNLOAD
સંદેશCLICK TO DOWNLOAD
બોમ્બે સમાચાર CLICK TO DOWNLOAD
નોબતCLICK TO DOWNLOAD
જામનગર જય હિન્દCLICK TO DOWNLOAD
ગુજરાત મિત્ર CLICK TO DOWNLOAD
ઇકોનોમિક ટાઇમ્સCLICK TO DOWNLOAD
અકિલાCLICK TO DOWNLOAD
સાંજ સમાચારCLICK TO DOWNLOAD
ફુલછાબCLICK TO DOWNLOAD
ગુજરાતી-વેબદુનિયાCLICK TO DOWNLOAD
ચિત્રલેખાCLICK TO DOWNLOAD

 

ઉપર મુજબના તમામ સમાચાર પત્રો માત્ર એક ક્લિક કરી ને વાચી સકાય છે અને ડાઉનલોડ કરી સકાય છે.આ પોસ્ટ ની મદદ થી તમે તમારો સમય બચાવી શકો એટલા માટે તૈયાર કરવામાં આવી છે.